મોટોરોલાએ પેન્ટોન કલર ઓફ ધ યર 2024 – પીચ ફઝમાં મોટોરોલા razr40 અલ્ટ્રા અને edge40 નીયો પ્રસ્તુત કરીને ભારતમાં જીવનશૈલીની ટેકનોલોજીમાં પરિવર્તન લાવી દીધું!

  • મોટોરોલા પેન્ટોન કલર ઓફ ધ યર 2024માં એના ઉત્પાદનો પ્રસ્તુત કરનારી દુનિયામાં પ્રથમ સ્માર્ટફોન બ્રાન્ડ છે
  • આ મોટોરોલાનું પેન્ટોન સાથે વિશિષ્ટ જોડાણનું બીજું વર્ષ છે, જેમાં ઉપભોક્તાઓ માટે જોડાણો ઊભા કરવા અને સ્વઅભિવ્યક્તિને સક્ષમ બનાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે
  • મોટોરોલા razr40 અલ્ટ્રા અને મોટોરોલા edge40 નીયોનું વેચાણ પેન્ટોન કલર ઓફ ધ યર 2024, પીચ ફઝમાં 12 જાન્યુઆરીથી અનુક્રમે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે
  • મોટોરોલા razr40 અલ્ટ્રા દુનિયાનો સૌથી મોટો, એક્ષ્ટર્નલ ડિસ્પ્લે ધરાવતો સૌથી અદ્યતન ફ્લિપ ફોન છે. આ 12 જાન્યુઆરીથી એમેઝોન, motorola.in અને અગ્રણી રિટેલ સ્ટોર્સ પર 12 જાન્યુઆરીથી રૂ. 69,999ની વિશેષ મર્યાદિત ગાળાની કિંમત પર ઉપલબ્ધ થશે. મોટોરોલા edge40 નીયો IP68 રેટેડ અંડરવોટર પ્રોટેક્શન અને 144Hz 10-bit કર્વ્ડ ડિસ્પ્લે સાથે વિશ્વનો વજનમાં સૌથી હળવો ફોન છે. આ ફ્લિપકાર્ટ, motorola.in અને અગ્રણી રિટેલ સ્ટોર્સમાં 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે – રૂ. 22,999માં 8GB+128GB અને રૂ. 24,999માં 12GB+256GB.

11 જાન્યુઆરી, 2024 – ભારતની શ્રેષ્ઠ 5G સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલા અને વૈશ્વિક કલર ઓથોરિટા પેન્ટોન™એ પેન્ટોન કલર ઓફ ધ યરમાં ઉપકરણો બનાવવા બીજા વર્ષ માટે જોડાણ કર્યું છે. મોટોરોલા પેન્ટોન™ સાથે એકથી વધારે વર્ષનું વિશિષ્ટ જોડાણ ધરાવતી પ્રથમ અને એકમાત્ર સ્માર્ટફોન બ્રાન્ડ છે, જે અર્થસભર નવીનતા મારફતે લોકોના જીવનને સમૃદ્ધિ કરવાની સાથે ડિઝાઇન રંગો સાથે અલગ પડવાની એની કટિબદ્ધતાને સુસંગત છે.

ચાલુ વર્ષે પેન્ટોન કલર ઓફ ધ પ્રોગ્રામની 25મી વર્ષગાંઠ છે, જેમાં પેન્ટોન™ 13-1023 પીચ ફઝ કલરની પસંદગી થઈ છે. મખમલી પીચ હ્યુ, પીચ ફઝ આકર્ષક છે, જે જોડાણ, સમુદાય અને જોડાણની લાગણી વ્યક્ત કરે છે. વર્ષનો નવો કલર પેન્ટોન 13-1023 પીચ ફઝ મોટોરોલાના સર્વસમાવેશકતા અને ટેકનોલોજીને તમામ માટે સુલભ બનાવવાના આધારસ્તંભો સાથે સુંદર રીતે સુસંગત છે. માનવજાત સાથે ટેકનોલોજી વણાઈ ગઈ હોવાથી અમે અભિવ્યક્તિ માટે એક માધ્યમ પ્રદાન કરવા, અમારા ઉપકરણો સાથે વધારે અર્થસભર અનુભવો પ્રદાન કરવા કલર પર વિશ્વાસ મૂક્યો છે. કલર ઓફ ધ યર 2024 આપણી ઉષ્મા, જોડાણ અને કુરણા માટેની ઇચ્છા સાથે આપણી વર્ચ્યુઅલ દુનિયાઓનો સમન્વય કરે છે. મોટોરોલા razr40 અલ્ટ્રા અને મોટોરોલા edge 40 નીયોની પસંદગી આ કલરને પ્રસ્તુત કરવા વિશ્વના પ્રથમ સ્માર્ટફોન તરીકે પસંદગી થઈ છે, જે ઉપકરણોની જેમ માનવીય જોડાણનાં મહત્વની પુષ્ટિ કરે છે. પેન્ટોન™ સાથે આ જોડાણ મોટોરોલાના ટેકનોલોજીને વધારે સુલભ બનાવવા અને ઉપભોક્તાઓને ઇરાદાપૂર્વક જોડવા ટેકનોલોજીનો ઉપયોગ કરવા મદદરૂપ થવા અભિયાનને મજબૂત કરે છે.

જોડાણ અને સાથસહકાર માટે નિર્મિત પીચ ફઝમાં નવો મોટોરોલા razr40 અલ્ટ્રા સ્ટાઇલિશ બનવાની આપે છે અને વ્યક્તિને અલગ રીતે અભિવ્યક્તિની સુવિધા આપે છે. પોતાની આઇકોનિક ફ્લેપ્પેબ્લ ડિઝાઇન સાથે razr40 અલ્ટ્રાને એના સૌથી ઝડપી 144Hz રિફ્રેશ રેટ, 1100નિટ્સ પીક બ્રાઇટનેસ સાથે વિશ્વની સૌથી બાહ્ય 3.6-ઇંચ પોલ્ડ ડિસ્પ્લે પર ગર્વ છે. આ ફ્લિપ ફોન ફોલ્ડ થાય એટલે અતિ સ્લિમ છે અને ગેપલેસ ડિઝાઇન ધરાવે છે, જે માટે ઉદ્યોગની પ્રથમ ડ્યુઅલ એક્સિસ ટીઅર્ડડ્રોપ હિન્જ ડિઝાઇન જવાબદાર છે, જેથી ફોન એકથી વધારે સુવિધાજનક ખૂણાઓ પર અનંત લવચિકતા પણ સુનિશ્ચિત કરે છે. જ્યારે ફોન ખુલે છે, ત્યારે લગભગ ક્રીઝલેસ 6.9” પોલ્ડ ડિસ્પ્લે ધરાવે છે, જેની સાથે 165Hz રિફ્રેશ રેટ અને 1400નિટ્સ પીક બ્રાઇટનેસ છે. આ આઇકોનિક ફ્લિપ ફોન પાવરફૂલ સ્નેપડ્રેગન® 8+ જેન 1 SoC સાથે સજ્જ છે, જે સરળ અનુભવ સુનિશ્ચિત કરે છે. razr40 અલ્ટ્રા એકથી વધારે પેઢીઓ માટે સુસંગત છે અને ધ્યાન ખેંચે છે, વર્ષ 2024ના સંવાદી પેન્ટોન કલરને વ્યક્ત કરે છે.

ગ્રાહકો હવે ઉદ્યોગનો સૌથી અદ્યતન ફ્લિપ-ફોન razr40 અલ્ટ્રા ફક્ત રૂ. 69,999ની અસાધારણ ઓફર કિંમતે ખરીદી શકે છે, જેમાં મર્યાદિત ગાળા માટે રૂ. 10,000નું ફ્લેટ-ડિસ્કાઉન્ટ સામેલ છે. ઉપભોક્તાઓ માટે ફ્લિપ ફોનને વધારે વાજબી અને સુલભ બનાવવા અગ્રણી બેંકો પાસેથી મોટોરોલા 3, 6 અને 9 મહિનાઓ માટે નો કોસ્ટ EMI ઓફર પણ ધરાવે છે, જેની શરૂઆત મહિને રૂ. 7,778થી થાય છે. નવો પીચ ફઝ કલર વેરિઅન્ટ એમેઝોન, motorola.in અને અગ્રણી રિટેલ સ્ટોર્સ પર 12 જાન્યુઆરી, 2024થી ઉપલબ્ધ થશે.

મોટોરોલા edge 40 નીયો ડિઝાઇનનાં કેન્દ્રમાં કલરને રાખે છે. વેગન લેધરમાં પેન્ટોન પીચ ફઝ હ્યુ ડિવાઇઝની આકર્ષક અને રંગીન ડિઝાઇનમાં સુંદર રીતે પૂરક છે. સ્માર્ટફોન દુનિયાનો વજનમાં સૌથી હળવો 5G ફોન છે, જે IP68 અંડરવોટર પ્રોટેક્શન ધરાવે છે, જે તેને ડસ્ટ, ડર્ટ, રેતી અને તાજાં પાણીમાં 1.5 મીટરમાં 30-મિનિટ સુધી ડૂબવા છતાં સલામત રાખે છે. વળી એક અબજ કલર્સ અને પ્રભાવશાળી પીક બ્રાઇટનેસ માટે સપોર્ટ સાથે એની 144Hz 6.55-inch pOLED કર્વ્ડ ડિસ્પ્લે 144Hz રિફ્રેશ રેટ દ્વારા પૂરક છે, જે UIને અતિ સરળ અને સાતત્યપૂર્ણ બનાવે છે. મોટોરોલા edge 40 નીયો પ્રોસેસિંગ પાવરહાઉસ પણ છે, જેને વિશ્વનું પ્રથમ મીડિયાટેક ડાઇમેન્સિટી 7030 લાઇટનિંગ-ફાસ્ટ પ્રોસેસર પર ગર્વ છે, જે અસાધારણ ઝડપ માટે વાઇ-ફાઇ 6Eને સપોર્ટ કરતી 6nm ચિપસેટ છે તથા ગેમિંગનો શ્રેષ્ઠ અનુભવ મેળવવા માટે મીડિયાટેક હાયપરએન્જિન™ ગેમ ટેકનોલોજી ધરાવે છે.

નવા પીચ ફઝ કલરમાં આકર્ષક – મોટોરોલા edge40 નીયો ફ્લિપકાર્ટ, motorola.in અને અગ્રણી રિટેલ સ્ટોર્સમાં 12 જાન્યુઆરી, 2024થી રૂ. 22,999માં ઉપલબ્ધ થશે.

બંને ઉપકરણોનું હાર્દ જોડાણ અને વ્યક્તિત્વ છે તથા અન્ય ખાસિયતો આપણી સામાન્ય જરૂરિયાતો પૂર્ણ કરવા વિકસાવી છે. તેમાં આપણાં લેસેટ્ સોફ્ટવેરના અનુભવો, મોટો અનપ્લગ્ગડ અને ફેમિલી સ્પેસ સામેલ છે. આ બંને એપ્સ જોડાયેલા અને એનાં સિવાયના, સુરક્ષા અને સ્પષ્ટતા વચ્ચે સંતુલનને સ્વીકારે છે.

મોટોરોલા મોટો અનપ્લગ્ગડ અને ફેમિલી સ્પેસીસ જેવી અનેક સોફ્ટવેર ઓફર પણ કરે છે. તાજેતરમાં પ્રસ્તુત મોટો અનપ્લગ્ગડ સોફ્ટવેરનો અનુભવ વપરાશકર્તાઓને તેમના સ્માર્ટફોન્સ સાથે શ્રેષ્ઠ સંતુલન હાંસલ કરવામાં મદદરૂપ થાય છે. સંશોધન અને ઉપયોગી જાણકારીઓ સાથે મોટોરોલા ઉપભોક્તાઓને મદદ કરવા મોટો અનપ્લગ્ગડ પ્રસ્તુત કર્યું છે, જે ઉપભોક્તાઓને તેમના ફોનના ડિસ્ટ્રેક્શનથી બ્રેક લેવના મદદરૂપ થાય છે. આ ખાસિયત આપણી જાત અને આપણી આસપાસના લોકો સાથે વધારે જોડાવા આપણી ડિવાઇઝથી ઇરાદાપૂર્વક છૂટાં પડવાના મહત્વ સાથે સંબંધિત છે. આ વપરાશકર્તાઓને સંપૂર્ણ ડિસકનેક્ટ થયા વિના તેમની પોતાની દુનિયા ઊભી કરવાની સુવિધા આપે છે, જેથી તેઓ હળવા અને નિયંત્રિત રહી શકે છે. મોટો અનપ્લગ્ગડ સાથે વપરાશકર્તાઓ વિશેષ મોડમાં પ્રવેશ કરે છે, જે તેમને તેમની વ્યક્તિગત જરૂરિયાતો પૂર્ણ કરવા બ્રેક ટાઇમ લેવાની સુવિધા આપે છે. ફેમિલી સ્પેસીસ ખાસિયત મોટોરોલાના વપરાશકર્તાને દૂરથી અન્ય મોટોરોલા સ્માર્ટફોન વપરાશકર્તાની સ્ક્રીનને રિમોટ માર્ગદર્શન માટે, ચોક્કસ એપ્સનું ઇન્ટરફેસ પસંદ કરવા, પેરેન્ટલ કન્ટ્રોલનો ઉપયોગ કરવા તથા અન્ય વપરાશકર્તાઓ, ખાસ કરીને બાળકોને એપ્સનો ઉપયોગ કરવાના સમયનું વ્યવસ્થાપન કરવા રિમોટલ નિયંત્રિત કરવાની સુવિધા આપે છે.

મોટોરોલા + પેન્ટોનના જોડાણ વિશે વધારે જાણકારી મેળવવા મુલાકાત લો: https://www.motorola.in/pantone

ઉપલબ્ધતા અને ઓફર્સ

મોટોરોલા razr40 અલ્ટ્રા

ઓરિજિનલ કિંમત : રૂ. 79,999

એક્સક્લૂઝિવ લિમિટેડ પીરિયડ ડિસ્કાઉન્ટ : રૂ. 10,000

ચોખ્ખી અસરકારક કિંમત : રૂ. 69,999 મોટોરોલા edge40 નીયો

8GB + 128GB વેરિઅન્ટ: રૂ. 22,999

12GB + 256GB વેરિઅન્ટ: રૂ. 24,999

મોટોરોલા edge40 નીયો વિશે વધારે જાણકારી મેળવવા અને ખરીદવા આ લિન્ક પર ક્લિક કરો – 

https://www.flipkart.com/motorola-edge-40-neo/p/itm6fb5c2c795a3d?pid=MOBGW6JJ4ZJHVGXE

About Motorola & Lenovo

Lenovo is a US$62 billion revenue global technology powerhouse, ranked #217 in the Fortune Global 500, employing 77,000 people around the world, and serving millions of customers every day in 180 markets. Focused on a bold vision to deliver Smarter Technology for All, Lenovo has built on its success as the world’s largest PC company by further expanding into growth areas that fuel the advancement of ‘New IT’ technologies (client, edge, cloud, network, and intelligence) including server, storage, mobile, software, solutions, and services. This transformation together with Lenovo’s world-changing innovation is building a more inclusive, trustworthy, and smarter future for everyone, everywhere. Lenovo is listed on the Hong Kong stock exchange under Lenovo Group Limited (HKSE: 992)(ADR: LNVGY). Motorola Mobility LLC was acquired by Lenovo Group Holdings in 2014. Motorola Mobility is a wholly owned subsidiary of Lenovo and is responsible for designing and manufacturing all Moto and Motorola branded mobile handsets and solutions.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *